Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતના ઉઘના-મગદલ્લા વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં જીવલેણ હુમલો:કારખાનાના કારીગરને સાતથી આંઠ લોકોએ લાકડાના ફટકા મારી પહેલા માળેથી નીચે ફેંકી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત:શહેરના ઉધના-મગદલ્લા રોડ સ્થિત સદાનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના કારખાનાના કારીગરના પ્રેમ પ્રકરણના ઝઘડાની અદાવતમાં સાતથી આઠ જણાના ટોળાએ લાકડાના ફટકા વડે હુમલો કરવાની સાથે એક કારીગરને પહેલા માળેથી નીચે ફેંકી દઇ હત્યાનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર એક મહિલા સહિત પાંચ જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ દોડી આવી હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર ઉપરોક્ત પ્રફુલ સહિત પાંચ જણાની ધરપકડ કરવા ઉપરાંત અન્ય બે તરૂણની પણ અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત હરિઓમની સાથે સંજય નામનો કારીગર કામ કરતો હતો અને તેનું ઉધના વિસ્તારની એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી તેની અદાવતમાં પ્રફુલએ એક દિવસ અગાઉ સંજય સાથે ઝઘડો કરી માર મારવાની ધમકી આપી હતી. જેથી ડરના માર્યા સંજય કારખાનું છોડી રાત્રે જ ચાલ્યો ગયો હતો.

(5:16 pm IST)