Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતના પાંડેસરામાં પોલીસ મથકના લોકઅપમાં આરોપીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજતા પોલીસ દોડતી થઇ:તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરમાં પાંડેસરા પોલીસ મથકના લોકઅપમાં મારામારીના ગુનામાં અટકાયતમાં લેવામાં આવેલા આરોપીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા પોલીસ દોડતી થઇ ગઇ છે. આરોપીના મોતને પગલે પરિવારે પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે મૃતકને શ્વાસની બિમારી હતી અને તેની વારંવારની રજુઆત બાદ પણ સારવાર માટે લઇ નહિ જવાતા મોત થયું છે.

પાંડેસરા હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ગત રોજ ધુળેટી રમવાના મુદ્દે કેટલાક લોકો વચ્ચે મારામારી થઇ હતી. આ મામલો પાંડેસરા પોલીસ મથકમાં પહોંચતા પોલીસે વિમલ ત્રિભુવનદાસ યાદવ (ઉ.વ. 30) અને તેના ભાઇ અને પિતાને ગત રાત્રે અટકાયતમાં લીધો હતો, ત્યારબાદ તેને પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. દરમ્યાનમાં આજે સવારે વિમલ અચાનક બેભાન થઇ જતા તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. 

(5:14 pm IST)