Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ભરૂચના ચિંગસપુરામાં ગાંજો સપ્લાય કરતા સુરતના આધેડની ઝડપી પોલીસે યોગ્ય કાર્યવાહી હાથ ધરી

ભરૂચ: શહેરના ચીંગસપુરા વિસ્તારમાં રહેતી મહિલાને ત્યાં ભરૂચ એસઓજીએ 25 દિવસ અગાઉ છાપો મારી રૂ.1.58 લાખની કિંમતનો 26 કિગ્રાથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે કરી મહિલાની ધરપકડ કરી હતી. આ મહિલાને ગાંજો સપ્લાય કરનાર સુરતના અમરોલીના આધેડને સુરત એસઓજીએ વરાછા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ દામજીભાઇ ધનજીભાઈ અને કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈને મળેલી બાતમીના આધારે એએસઆઇ અનિલભાઈ વિમજીભાઈ અને ટીમે ગતરાત્રે વિજય ઉર્ફે રાકેશ ગરીબાસિંહ ચૌહાણ (ઉ.વ.54) (રહે. રૂમ નં. 9/એ, બિલ્ડીંગ નં.362 એચ-05, એસ.એમ.સી. આવાસ, અમરોલી, સુરત મુળ રહે.બિહાર)ને વરાછા ફુલમાર્કેટ ઓવર બ્રિજની નીચે એસ.એમ.સી. શૌચાલયની પાસેથી ઝડપી લીધો હતો. 

(5:13 pm IST)