Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ગાંધીનગરમાં વણઝારા પરિવાર દ્વારા હોળી-ધૂળેટીની લાઠીની પરંપરાથી ઉજવણીઃ ધૂળેટીના દિવસે મહિલાઓ પુરૂષોને લાઠી મારીને પોતાનો પ્રેમ વ્‍યક્ત કરે છે

ગાંધીનગર: ધૂળેટીનું પર્વ રાજ્ય સહિત દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું હતું ત્યારે વણઝારા સમાજે પણ આ પર્વને ધામધૂમથી ઉજવ્યો. વણઝારા પરિવારમાં લાઠીની પરંપરા વર્ષો જૂની છે. આખા વર્ષ દરમિયાન પુરુષોની સેવા કરતી મહિલાઓ ધૂળેટીના દિવસે પુરુષોને લાઠી મારીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વણઝારા બંધુઓએ પણ ધૂળેટીની ઉજવણી કરી.

આ ઉજવણી દરમિયાન વણઝારા બંધુઓ સાથી કરણી સેનાના આગેવાનો પણ સામેલ થયા હતાં. ડીજી વણઝારાના ધર્મપત્ની તેમના પતિ જેલમાં હતા તેના કારણે આઠ વર્ષ સુધી આ પરંપરા નિભાવી શક્યા નહતાં. આથી હોળી ઉજવી નહતી. હવે તેઓ પોતાના પતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે લાઠી પરંપરા નિભાવતા જોવા મળ્યાં. આ સાથી જે ડીજી વણઝારાએ નિવેદન પણ આપ્યું.

તેમણે કહ્યું કે હોળી એ દેશભક્તિનો તહેવાર છે. ડીજી વણઝારાનો રણકાર રાજકારણ અછૂટ નથી. હું જાહેર જીવનમાં છું અને જાહેર જીવનમાં રહેવાનો છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મારી કદર કરીને મને પાછલી અસરથી પ્રમોશન આપ્યું તે બદલ આભારી છું.

આ બાજુ કે જી વણઝારાએ કહ્યું કે કોરોના વાઈરસના જીવાણુંઓ હોળીમાં ગઈ કાલે ભસ્મ થઈ ગયા અને ગુજરાતમાં આ વાઈરસની કોઈ અસર નહીં થાય. વર્ષોથી પરંપરા પ્રમાણે વણઝારા બંધુઓ હોળી ધૂળેટીની ઉજવણી કરે છે. અમેરિકા ચીન જેવા દેશો કોરોના વાઇરસની ઝપેટમાં છે પણ ભારત એક માત્ર દેશ એવો છે કે જ્યાં ઋતુચક્ર હોવાના કારણે કોરોના વાયરસની અસર નહીં થાય.

(5:12 pm IST)