Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતમાં ૮ વર્ષની બાળાને ૧૦ રૂપિયાની લાલચ આપીને યુવકે દુષ્‍કર્મ આચર્યુઃ લોકોએ ઝડપીને પોલીસને સોંપી દીધો

સુરત: સુરતમાં વધુ એક હિચકારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક 8 વર્ષની બાળકીને 10 રૂપિયા આપવાની લાલચ આપીને યુવક ફોસલાવીને લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો છે. લોકોએ આ યુવાનને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપી દીધી  છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં દુષ્કર્મની આ ઘટના ઘટી છે. જ્યાં એક 8 વર્ષની બાળકીને માત્ર 10 રૂપિયાની લાલચ આપીને યુવક આંતરી ગયો અને પછી હેવાનિયત આચરી. આ સમગ્ર મામલે અઠવા પોલીસે મામલો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં દુષ્કર્મના અનેક કેસો સામે આવી રહ્યાં છે. નાની નાની બાળકીઓ તેનો ભોગ બની રહી છે ત્યારે મહિલા સુરક્ષા સામે મોટા સવાલ પેદા થાય છે.

(5:11 pm IST)