Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતના રિંગરોડ વિસ્તારમાં વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની સાડીની ખરીદી કરી પેમેન્ટ કર્યા વગર પિતા-પુત્ર રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના રીંગરોડ સ્થિત જે.જે.એ.સી. ટેક્ષ્ટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા સારોલીના વેપારી અને અન્ય વેપારીઓ પાસેથી સાડી ખરીદી બેંગ્લોર અને સુરતમાં કાપડનો વેપાર કરતા પિતા-પુત્રએ પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી દઈ ઉઠમણું કર્યું હતું. આ અંગે સારોલીના વેપારીએ પિતા-પુત્ર વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં રૂ.14.02 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સારોલી સણીયા હેમાદ રોડ વૃદાવન રેસિડેન્સી ફ્લેટ નં.બી/104માં રહેતા 42 વર્ષીય શ્રવણકુમાર રામનિવાસ ચૌધરી રીંગરોડ જે.જે. એ.સી. ટેક્ષટાઇલ માર્કેટમાં વિનાયક ફેશનના નામે સાડીનો વેપાર સંજયભાઇ સોહનલાલ મુંદરા (મહેશ્વરી) સાથે કરે છે. 

(5:11 pm IST)