Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતના લીંબાયતમાં ધુળેટીના રંગોનો તહેવાર મુસીબતમાં છવાયો:તકરારની જુદી-જુદી ત્રણ ઘટનામાં બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: શહેરના લીંબાયત, વેડરોડ અને વરાછા વિસ્તારમાં હોળી, ધુળેટીના તહેવાર દરમિયાન બનેલી ત્રણ ઘટનામાં ગોડાદરામાં જોરજોરથી અવાજ કરતા યુવાનોને ઠપકો આપતા તેમણે 7 વાહનોમાં તોડફોડ કરી હતી. જ્યારે વેડરોડ ઉપર રંગ ઉડાવવા ઇન્કાર કરનાર શ્રમજીવીને તેની બાજુમાં જ રહેતા બે યુવાનોએ માથામાં દસ્તો માર્યો હતો. આ તરફ વરાછામાં આકાશમાં ફેંકેલા ફૂગ્ગામાંથી પાણી ઉડતા બે તરુણ ભાઈઓએ રત્નકલાકારને માર માર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબાયત ગોડાદરા નહેર રામ મંદિરની નજીક શ્રીજીનગર ઘર નં.135 માં રહેતા 39 વર્ષીય સુબેદાર રાજવન્સી મિશ્રા શિવશકિત માર્કેટમાં પાર્સલ ઊંચકવાની મજૂરીનું કામ કરે છે. ગતરોજ સવારે સગાસંબંધીઓ સાથે ધુળેટી રમ્યા બાદ તે પત્ની અને ત્રણ બાળકો સાથે બપોરે ત્રણ વાગ્યે સુઈ ગયા હતા. જોકે, સાંજે પાંચ વાગ્યે સોસાયટીમાં ધુળેટી હોવાથી છોકરાઓ રમીને જોરજોરથી બુમો પાડતા ત્યારે સોસાયટીના કોઈક સાથે આ બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારે સુબેદારભાઈએ ઘરની બહાર મુકેલ બુલેટ ( નં.જીજે-05-ઇટી -2007 ) ને સોસાયટીમાં રહેતા માથુર, રાજ ઉર્ફે બટકા, રવી, કબાબએ નીચે પાડી દઈ ટાંકી ઉપર લાકડાના ફટાકાઓ મારી નુકશાન કર્યું હતું. સુબેદારભાઈ તેમને રોકવા જતા માથુરે ફરીને ગાળો આપી હતી અને ચારેયે ઢીક્ક મુક્કીનો માર માર્યો હતો. બાદમાં ચારેય સોસાયટીમાં અલગ અલગ બે ટેમ્પો તથા ચાર મોટર સાયક્લને નુકશાન કરી ત્યાથી ભાગી છૂટ્યા હતા. આ અંગે સુબેદારભાઈએ લીંબાયત પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

(5:10 pm IST)