Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતમાં અજાણ્યા શખ્સોએ ટેમ્પામાં સીટની નીચે રાખેલ વેપારીના 85 હજાર સેરવી બે શખ્સો રફુચક્કર

સુરત: શહેરમાં ધંધાર્થે આંગડીયા પેઢીમાંથી લાવેલા રૂ.85,000 ટેમ્પોની આગળની બે સીટની ખાંચમાં મૂકી વેપારીને આપવા જતા નાના વરાછાના ટેમ્પો ચાલકને તેમના ઘરની બહાર જ પૈસા પડી ગયા છે કહી વાતોમાં ભોળવી બે અજાણ્યા રૂ.85,000 સેરવી ફરાર થઇ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં નાના વરાછા શક્તિ વિજયની બાજુમાં જલારામ સોસાયાટી ઘર.નં.34 માં રહેતા 46 વર્ષીય દિનેશભાઈ હકુભાઈ વઘાસીયા બોલેરો પીકઅપ ટેમ્પો ભાડેથી ફેરવે છે. ગત સવારે 11 વાગ્યે દિનેશભાઇ વરાછા મીનીબજાર રત્નસાગર બિલ્ડીંગમાં આવેલી અરવિંદ કાંતિ આંગડીયા પેઢીમાંથી રૂ.85,000 ધંધાર્થે જમનભાઈ કરમશીભાઇ વઘાસીયા ( રહે.સુન્દરમ રેસીડન્સી, મોટા વરાછા ) ને આપવા ઘરે લાવ્યા હતા અને બપોરે 1.30 કલાકે ઘરમાંથી બહાર નીકળી તે પૈસા આપવા જવા માટે ટેમ્પોની આગળની બે સીટની ખાંચમાં મૂકી કાચ સાફ કરતા હતા ત્યારે એક અજાણ્યા યુવાને આવી કહ્યું હતું કે ટેમ્પોની પાછળની સાઇડે તમારા પૈસા પડયા છે તે લઇ લો. દિનેશભાઇએ તે પૈસા મારા નથી તેમ કહ્યું હતું છતાં તે યુવાને તમારા જ છે તેમ કહેતા દિનેશભાઇ ટેમ્પોની પાછળ ગયા હતા અને પૈસા લીધા હતા.

(5:09 pm IST)