Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતમાં હોળી બાદ રોડ બગાડી જવાની ઘટનામાં ઘટાડો:હોળી પ્રગટાવ્યા પહેલા રોડ પર ઈંટ સહીત માટીના લેયર બનાવવામાં અપીલ કરવામાં આવી

સુરત: શહેરમાં મોટા ભાગના લોકો રોડ પર હોળી પ્રગટાવતાં હોવાથી દર વર્ષે હોળી બાદ સંખ્યાબંધ રોડ હોળીની ગરમીના કારણે બગડી ગયેલા જોવા મ

ળે છે. દર વર્ષે હોળી બાદ સુરત મ્યુનિ.ના રોડ વિભાગ દ્વારા રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરવામા આવે છે. ગત વર્ષે તત્કાલિન મ્યુનિ. કમિશ્નર એમ. થેન્નારાશન દ્વારા હોળીના કારણે રોડ બગડે તો કર્મચારીઓને જવાબદાર ગણીને નોટીસ ફટકારી હતી.

ત્યાર બાદ આ વર્ષે સુરત મ્યુનિ.ના રોડ વિભાગ તથા તમામ ઝોનના કર્મચારી દ્વારા લોકો સાથે મીટીંગ કરીને હોળી પ્રગટાવવા પહેલાં રોડ પર ઈંટ કે માટીના લેયર બનાવવા માટે અપીલ કરી હતી. 

(5:08 pm IST)