Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

બોરસદ તાલુકાના વીરસદમાં સાંજના સુમારે પોલીસે છાપો મારી 4 જુગારીઓને 34હજારથી વધુની મતા સાથે ઝડપી પાડ્યા

બોરસદ:વીરસદ પોલીસે આજે સાંજના સુમારે બોરસદ તાલુકાના બદલપુર ગામે આવેલી પ્રાથમિક શાળા પાછળ છાપો મારતાં પત્તા પાનાનો જુગાર રમતાં શખ્સોમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરીને ચાર શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૩૪૬૮૦ જપ્ત કર્યા હતા.

પકડાયેલા શખ્સોમાં મુકેશ ઉર્ફે ભોપો રાવજીભાઈ સોલંકી, નરેન્દ્ર ઉર્ફે પાટીલ બાપુભાઈ શિંદે, મહેન્દ્ર માનસિંહ પરમાર અને હરદેવસિંહ છત્રસિંહ પરમાર હોવાનુ તેમજ અલ્પેશ ઉર્ફે અલ્લુ બબુભાઈ પરમાર સહિત કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા.પોલીસે આ અંગે જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:08 pm IST)