Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

તારાપુરમાં ફતેપુરા નજીકથી રાત્રીના સુમારે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન પીકઅપ ડાલામાં લઈ જવાતી બે ભેંસોને પોલીસે બચાવી એક શખ્સની ધરપકડ કરી

તારાપુર: શહેરમાં પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ફતેપુરા પાસેથી એક બોલેરો પીકઅપ ડાલામાં બે ભેંસોને કતલખાને લઈ જતાં એક શખ્સને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર ગઈકાલે પોલીસે રાત્રીના ૧.૫૦ વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવી ચઢેલા બોલેરો પીકઅપ ડાલા નંબર જીજે-૩, વાય-૭૫૫૨ને શંકાને આધારે અટકાવવાનો પ્રયાસ કરતાં ચાલકે ઉભુ નહીં રાખી ભગાવી મુકી હતી. જેથી પોલીસે પીછો પકડીને થોડે દુરથી જ ઝડપી પાડીને તલાશી લેતા અંદરથી અત્યંત ટુંકા દોરડાથી બાંધેલી બે ભેંસો ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વગર મળી આવી હતી. જેથી પોલીસે ડ્રાયવરને પકડીને તેનું નામઠામ પુછતાં તે સાજીદ ઈસ્માઈલભાઈ સરવદ્દી (રે. બોટાદ)નો હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:06 pm IST)