Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પ્રજાની રક્ષા કરતી નર્મદા પોલીસ પર મચ્છરોનો હુમલો : પાયગા પોલીસ લાઈનની ડબકોમાંથી મચ્છરોનું આક્રમણ

દરેક પોલીસ લાઈનમાં રહેતા પરિવારો દર મહિને હજારો રૂપિયા મચ્છરોના ડંખ થી બચવા બગાડે છે છતાં ડબકોની તેમજ અન્ય સફાઈ ન થતા ઊંઘ હરામ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં પ્રજાની રક્ષા કરતા પોલીસ પરિવાર માટે સરકારે કે સ્થાનિક લેવલે યોગ્ય કામગીરી ન થતા સતત પ્રજાની સુરક્ષામાં પોરવાયેલી રહેતી પોલીસ રાત્રે શાંતિથી ઊંઘ પણ નથી લઈ શકતી તેનું જીવંત ઉદાહરણ રાજપીપળા એસટી ડેપોને અડીને આવેલી પાયગા પોલીસ લાઈનમાં જોવા મળે છે.

  આમતો નર્મદા જિલ્લામાં દરેક પોલીસ લાઈનોમાં એક વાર બન્યા બાદ ખાસ કોઈ ભારતું નથી પરંતુ રાજપીપળા પાયગા પોલીસ લાઈનની વાત કરીએ તો ત્યાંની ડબકોમાંથી રોજ થતું મચ્છરોનું આક્રમણ એટલી હદે વધ્યું છે કે ત્યાં રહેતા પરિવારો તોબા પોકારી ઉઠ્યા છે જેમાં મચ્છરોથી બચવા તેમની પાસે મચ્છરની અગરબત્તી,ગુડ નાઈટ જેવા અન્ય સાધનો સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી આ સાધનો પાછળ દર મહિને આ પરિવારો હજારો રૂપિયા બગાડે છે છતાં શાંતિ ની ઊંઘ મળતી નથી જેમાં સ્થાનિક અધિકારીઓ પણ આ પોલીસ પરિવારો માટે ખાસ કંઈ કરતા ન હોય આખરે બિમારીમાં સપડાય છે. ત્યારે સતત પ્રજા ની રક્ષા કરતી પોલીસ અને તેના પરિવાર બાબતે સરકાર કે અધિકારીઓ ખાસ કાળજી રાખે તે જરૂરી છે.

(4:12 pm IST)