Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ગુજરાતનું ફાર્માસ્યુટિકલ સેકટર સમગ્ર દેશમાં અગ્રેસર-અવ્વલ

૪પ૦૦થી વધુ ઉત્પાદન એકમો અને ૮પ હજારથી વધારે રોજગાર અવસરો સાથે દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપુટમાં ૩૧ ટકા યોગદાન એકલા ગુજરાતનું : દેશનાં કુલ ફાર્મા મશીનરી આઉટપુટમાં ગુજરાતનો ફાળો ૪૦ ટકા : બલ્ક ડ્રગ્સ, ફોર્મ્યુલેશન્શ, ઈન્ટરમીડિયેટસ અને બાયોલોજીકલ ક્ષેત્રની ભારતની કુલ નિકાસમાં ૨૦ ટકા ફાળો ગુજરાતનોઃ દેશની કુલ કોન્ટ્રાકટ રીસર્ચ એન્ડ મેન્યુફેકચરિંગ સર્વિસીસ કંપનીઓ પૈકીની ૪૦ ટકા કંપનીઓ ગુજરાતમાં

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં સમગ્ર દેશમાં મેન્યુફેકચરિંગ અને ઓટો હબ બનેલું ગુજરાત ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઈસીસ સેકટરમાં પણ અગ્રેસર-અવ્વલ છે. ફાર્મા સેકટરનાં ૪પ૦૦થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાત એકલું દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપુટમાં ૩૧ ટકા જેટલું માતબર યોગદાન આપે છે. ગુજરાતમાં ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્ત્।ાયુકત આર એન્ડ ડી સુવિધાઓ ફાર્મા સેકટર માટે રૂપાણી સરકારે ઉપલબ્ધ કરાવી છે. દેશના કુલ ફાર્મા મશીનરી આઉટપુટમાં ૪૦ ટકા પ્રદાન ગુજરાત કરે છે. ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તેમજ ઊદ્યોગોને સરળતાથી મળતી પરવાનગી સહિતની સવલતોને પરિણામે ફાર્માસ્યુટિકલ સેકટરનો વિકાસ થયો છે. ગુજરાત રાજય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઈસીસ ક્ષેત્રે મોખરે છે. દેશમાં ફાર્મા સેકટરની ૨૮૪ જેટલી કંપનીઓ છે જે પૈકી ગુજરાતમાં ૧૪૬ જેટલી મેડિકલ ડિવાઈસીસની કંપનીઓ આવેલી છે. મુખ્યમંત્રીશ્રી રૂપાણીનાં નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ફાર્મા ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. રાજયમાં હાલ આ ક્ષેત્ર અંદાજે ૮પ હજાર લોકોને રોજગાર અવસર પૂરા પાડે છે.

ભારત વૈશ્વિકસ્તરે ફાર્મા ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને જેનેરીક દવા ક્ષેત્રે સૌથી મોટો સપ્લાયર દેશ બન્યો છે. સામાન્ય રીતે લોકોને પરવડે તેવી ઉચ્ચ ગુણવત્ત્।ાવાળી સસ્તી દવા અને સ્વાસ્થ્ય સેવા એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે. સમગ્ર ભારતમાં ૬૨૦૦ થી વધુ ગુણવત્ત્।ાયુકત અને સસ્તી દવા ઉપલબ્ધ કરાવતા જેનરીક સ્ટોર્સ કાર્યરત છે. ભારતમાં તબીબી ઉપકરણ ઉદ્યોગનું મૂલ્ય ૫.૨ બિલિયન યુ.એસ. ડોલર આંકવામાં આવે છે. જે ભારતમાં સ્વાસ્થ્ય સંભાળ ઉદ્યોગમાં ૯૬.૭ બિલિયન યુ.એસ. ડોલરના મૂલ્ય સાથે ૪થી ૫ ટકાનું યોગદાન આપે છે. ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયનાં ફાર્મા ઉદ્યોગને વિશ્વભરમાં એક અલગ ઓળખ અપાવી છે.

ગુજરાત દેશમાં ફાર્માસ્યુટિકલનું મુખ્ય કેન્દ્ર ગણાય છે અને તેની સાથે જ રાજયમાં મેડિકલ ડિવાઈસ ઉદ્યોગનો પણ વિકાસ થાય તે હેતુસર રૂપાણી સરકાર કામગીરી કરી રહી છે. ગુજરાતમાં દ્યણી ફાર્મા ક્ષેત્રની સંસ્થાઓ પણ ઈનોવેશનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી રહી છે. ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રે રોકાણની ખૂબ જ ઉજ્જવળ તકો રહેલી છે. ભારતના કુલ IEM ના ૫૧ ટકા રોકાણ એકમાત્ર ગુજરાતમાં થયું છે. રાજય સરકારની  ઉદ્યોગલક્ષી નીતિ અને ઝડપી નિર્ણયોના પરિણામે દેશનું ૩૧ ટકા ફાર્મા ઉત્પાદન તેમજ ર૧ ટકા નિકાસ ગુજરાતમાંથી થાય છે. લોજીસ્ટીકમાં ગુજરાત અગ્રેસર છે. દેશના કુલ સ્ટાર્ટઅપના ૪૩ ટકા એકમ ગુજરાતમાં શરૂ થયા છે. રૂપાણી સરકારનો એક હેતુ મેડિકલ ઈલેકટ્રોનિકસ ઉપકરણો, સ્વાસ્થ્ય નિદાન, હોસ્પિટલો અને સર્જીકલ ઉપકરણોનાં ગ્રાહકકેન્દ્રી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.

(8:39 pm IST)