Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મહિલા લોકરક્ષક દળની ભરતીનું પરિણામ જાહેર : વાંધા આપવા ૩ દિ'

ગાંધીનગર તા. ૧૧ : લોક રક્ષક દળની પરિક્ષાનું મહિલા ઉમેદવારોનું પરિણામ આખરે જાહેર કરી દેવાયુ છે બોર્ડે મંગળવારે મોડી રાત્રે જાહેર પરિણામ જાહેર કર્યું છે બોર્ડની યાદી મુજબ તારીખ તા.૧૦/ ૧૨/ ૨૦૧૯ ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જેમાં મહિલા (સામાન્ય) ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હતું. જેને ધ્યાનમાં રાખીને મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ઙ્ગ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રમાણે હંગામી પરિણામને લીધે અગાઉ તા.૧૦/૧૨/૨૦૧૯ ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં મહિલા SC, ST અને SEBC ઉમેદવારોનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં ફેરફાર થવાપાત્ર છે, જેની નોંધ લેવી. ઉમેદવારો ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે

ઙ્ગયાદીમાં જણાવ્યા પ્રમાણે આ હંગામી પરિણામમાં જે કોઇ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તા.૧૧/૦૩/૨૦૨૦ થી તા.૧૪/૦૩/૨૦૨૦ સુધીમાં 'પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. ગ-૧૩, સરિતા ઉધાન પાસે, સેકટર-૯, ગાંધીનગર' ખાતે કચેરી સમય દરમિયાન જરૂરી પુરાવા સાથે રૂબરૂમાં આવીને રજૂઆત કરવાની રહેશે. આ તારીખ બાદ કોઈ જ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

ઙ્ગહંગામી પરિણામમાં જે મહિલા ઉમેદવારોનો સમાવેશ થયેલ છે તે પૈકી જે મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકીમાં છે તેઓની દસ્તાવેજ ચકાસણી ટૂંક સમયમાં કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે જે ઉમેદવારોના તમામ દસ્તાવેજો માન્ય હશે તેઓને નિમણૂક મળવાપાત્ર રહેશે, અને જે ઉમેદવારોના કોઇપણ દસ્તાવેજો અમાન્ય હશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(3:46 pm IST)