Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

નર્મદા પેરોલ-ફર્લો-સ્કોડ ટીમે પાંચ વાહનોની ચોરી કરી ચાર વર્ષ થી ભાગતા ચોરને ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના હેઠળ ગુનાઓ કરી ભાગતા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરતા છેલ્લા ચાર વર્ષથી પાંચ વાહનોની ચોરીના ગુનામાં ભાગતા આરોપીને ઝડપી કાયદેસર લઈ કાર્યવાહી કરી હતી.

  રાજપીપળા પોલીસ સ્ટેશનના અલગ અલગ વાહન ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપી દિનેશ ઉર્ફે દિનકર સીમટીયાભાઈ તડવી (રહે,ગદવાની તા-અંકલકુવા જી-નાંદુરબાર (મહારષ્ટ્ર)ની માહીતી સાગબારા ખાતે બંદોબસ્ત,પેટ્રોલીંગ દરમિયાન પેરોલ-ફર્લો શાખાને મળી જેમાં હોળી ધુળેટીનો પર્વ હોય પોતાના ગામમાં તહેવારની ઉજવણી કરવા માટે દિનેશ તડવી આવવાનો હોવાની માહિતી મળતાજ નર્મદા પેરોલ-ફર્લો શાખાના પો.સબ.ઈન્સ. ડી. એ. ક્રિશ્ચયન તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે તેને પકડવા ચક્રો ગતિમાન કરી ગામમાં વોચ રાખી દિનેશ તા.૧૧ માર્ચે ગામમાં આવતા તેને ઝડપી વાહન ચોરીના ગુનામાં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(4:12 pm IST)