Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સાગબારાના સીમઆમલી ગામમાં હોળીમાં ઢોલ ફાડી નાંખવા બાબતે એકની હત્યા : હત્યારાને પોલીસે ઝડપી લીધો

ગામના વ્યક્તિઓ હોળીના તહેવાર નિમિત્તે ઢોલ વગાડી નાચતા હતા તે વખતે ગામના એક વ્યક્તિએ ચપુ મારી ઢોલ ફાડી નાખતા બોલાચાલી બાદ હત્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સીમઆમલી ગામમાં હોળીના તહેવારમાં ગ્રામજનો ઢોલ વગાડી નાચતા હતા એ વખતે ગામના એક વ્યક્તિએ ચપ્પુથી ઢોલ ફાડી નાખતા બોલાચાલી થઈ જેમાં હત્યારાએ એકને ચપ્પુ મારતા ગંભીર ઇજા બાદ મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડ્યો હતો.

  પ્રાપ્ત માહિતી અનુસાર સીમઆમલી ગામમાં હોળીના તહેવાર હોય ગામના લોકો નાચતા હતા એ સમયે  ભીખાભાઇ મોતીયાભાઇ વસાવા ત્યાં આવી ચપ્પુ વડે ઢોલ ફાડી નાખતા ગામના જ વાડચિયા જેરામભાઈ વસાવાએ ઢોલ કેમ ફાડી નાખે છે તેમ કહી ઠપકો આપતા ભીખા વસાવા એકદમ ઉશ્કેરાઇ જઇ વાડચિયાભાઈને ચપ્પુ મારી દેતા તેમને ગંભીર ઇજા થતા મોત થયું હતું. 

 હત્યા કરી હત્યારો ત્યાંથી નાસી છૂટ્યો હોય આ બાબતે મોવાસીયાભાઇ જેરમાભાઇ વસાવાએ ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરી છે.

(3:33 pm IST)