Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાજપીપળા દરબાર રોડ પર ધુળેટીના દિવસે નજીવી બાબતે ધીંગાણું: કોયતા વડે હુમલામાં એક મહિલાને ઈજા

એકજ કુટુંબના પાડોશીઓ ધુમાડા જેવી મામુલી બાબતે બાખડયા: સામાં પક્ષે પણ ફરિયાદ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના દરબાર રોડ પર ધુળેટીના દિવસે એકજ કુટુંબના પાડોશીઓ વચ્ચે ધુમાડા જેવી મામુલી બાબતે બોલાચાલી થતા છોડાવવા વચ્ચે પડનાર મહિલાને કોયતું વાગી જતા ઇજા થઇ હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર દરબાર રોડ પર રહેતા કામીનીબેન વિજયભાઈ ચૌહાણે આપેલી ફરિયાદ મુજબ ચેતન હર્ષદ ભાઈ ચાપાનેરીયા તેના ધરના પાછળ લાકડા સળગાવતા તેનો ધુમાડો બાજુમાં રહેતા દીનદયાલભાઈ રજનીકાંત ભાઈ ધોબીના ધરમાં જતો હતો, દીનદયાલ આ માટે કહેવા જતા ચેતને ગાળા ગાળી કરી ઝગડા દરમ્યાન દીનદયાલનો પુત્ર ધવલભાઈ પણ ત્યાં આવ્યો આ ઝગડો જોઈ કામીનીબેન તથા તેમના પતિ વિજય ભાઈ વચ્ચે પડતા હર્ષવર્ધન ચેતનભાઈ ચાંપાનેરીયા ઘરમાંથી કોયતું લાવી દીનદયાલને મારવા જતા દીનદયાલ હટી જતા આ કોયતુ કમિનીબેનને વાગી જતા ઇજા થઇ હતી તેમજ દિનદયાલના દિકરા ધવલભાઈને પણ ધક્કો મારી જમીન ઉપર પાડી દઈ ઈજા કરી હોવાની કામિની બેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 જ્યારે સામાં પક્ષે ચેતન હર્ષદલાલ ચાંપાનેરીયાએ ફરિયાદ આપી જેમાં એ પોતે ઘરમાં ધુપ કરીને ઘરની બહાર પેપર વાંચતા હતા તે વખતે દિનદયાલ રજનીકાંત ધોબી તેમજ તેમની પત્ની નયનાબેને આવીને કહ્યું કે તમેં ધુમ કેમ કરો છો અમારા ઘરમાં ધુમાડો આવે છે ધુમાડો મારા ઘરમાં પાછો આવશે તો જાનથી મારી નાંખીશ તે સાંભળી તેમનો દીકરો હર્ષવર્ધન ઘરમાંથી આવી ધુપ તો અમારા ઘરમા થશે તેમ કહેતા ધવલ દિનદયાલ ધોબી ઘરમાંથી આવી હાથમાં પહેરેલ પંચનો મુક્કો મારી ઈજા કરી તેમજ તેમના પત્ની હિનાબેન તથા હર્ષવર્ધન વચ્ચે છોડાવવા પડતા તેમને પણ લાકડી,બેટ વડે માર મારી ઇજા કરતા રાજપીપળા પોલીસે બંનેની ફરિયાદ લઇ આઠ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(3:32 pm IST)