Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાજકોટ જિલ્લામાં એમ.ઓ.યુ. અંતર્ગત ૧પ૩૬ પ્રોજેકટમાં ૬૬૧૧.૩૯ કરોડનું મૂડી રોકાણ

ગાંધીનગર તા. ૧૧: રાજકોટ અને મોરબી જિલ્લામાં ઉદ્યોગોએ કરેલ મૂડી રોકાણ અંગે કોંગ્રેસના લલિતભાઇ કગથરાના પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું કે તા. ૩૧/૧ર/૧૯ની સ્થિતિએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસમેન્ટ સમીટ-ર૦૧૭માં મંજુર થયેલ એમ.ઓ.યુ. ઇનવેસ્ટમેન્ટ પૈકી રાજકોટ જિલ્લામાં ૧પ૩૬ પ્રોજેકટસ દ્વારા રૂ. ૬ર૧૧.૩૯ કરોડનું મૂડી રોકાણ તથા મોરબી જિલ્લામાં ૪૪૩ પ્રોજેકટસ દ્વારા રૂ. ૯૩૩.૩૯ કરોડનું મૂડી રોકાણ થયેલ છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સવિટ ર૦૧૯માં મંજુર થયેલ ઇનવેસ્ટ ઇમ્ટેન્સન પૈકી રાજકોટ જિલ્લામાં ૮૧ર પ્રોજેકટસ દ્વારા રૂ. ૧૯૬૭.૬ર કરોડનું મૂડી રોકાણ તથા મોરબી જિલ્લામાં ૪૩પ પ્રોજેકટસ દ્વારા રૂ. ર૯પ૩.૬૮ કરોડનું મૂડી રોકાણ થયેલ છે. મૂડી રોકાણ એ સતત ચાલતી પ્રક્રિયા છે.

(3:31 pm IST)