Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

બે માસમાં ગુજરાતમાં રૂ.૫.૨૨ સસ્તું થયું પેટ્રોલ, જનતાને થયો કોરોના અને પ્રાઇસ વોરનો ફાયદો

૧૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૭૩.૩૩ હતો, તેમજ ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૭૨.૪૨ હતો

નવી દિલ્હી, તા.૧૧: પહેલા કોરોના અને હવે સાઉદી અરબના ક્રુડ ઓઇલ પ્રાઇસ વોરના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવ ૩૦ ટકા જેટલા નીચે ગબડી પડ્યા છે. જોકે મંગળવારે તેમાં થોડી તેજી દેખાઈ છે. જોકે આ અસમંજસની સ્થિતિમાં ભારતમાં આજે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માર્ચના પ્રાથમિક ૧૦ દિવસમાં જ પેટ્રોલના ભાવ કુલ ૧.૬૦ રુપિયા દ્યટી ગયા છે જયારે ડીઝલ ૧.૫૦ રુપિયા ઘટયું છે.

આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૬૮.૧૧ રુપિયા છે જયારે ડીઝલનો ભાવ ૬૬.૧૯ રુપિયા પ્રતિ લિટર છે. ગત ૧૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રિત લિટર રુ. ૭૩.૩૩ હતો. તેમજ ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૭૨.૪૨ હતો. ૨૦૨૦ની શરુઆતથી અત્યાર સુધીમાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ કુલ ૫.૨૨ રુપિયા અને ડીઝલના ભાવ ૬.૨૩ રુપિયા જેટલા દ્યટી ગયા છે. જે સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ ૮-૯ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ગત ૨૭ ફેબ્રુઆરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક સાથે મોટો દ્યટાડો નથી આવતો. કેમ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ૧૫ દિવસના બેંચમાર્ક રેટ્સના ભાવ પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. તેમજ કરન્સી માર્કેટમાં પાછલા દિવસોના ઉતાર-ચઢાવને પણ ધ્યાને રાખીને નક્કી કરવામાં આવે છે.

બ્ભ્ચ્ઘ્ દેશોએ કોરોના વાયરસના કારણે ઘટતી માગને ધ્યાને રાખીને ઉત્પાદનમાં દ્યટાડાની માગ કરી હતી. પરંતુ રશિયા ન તૈયાર થતા સાઉદી અને રશિયા વચ્ચે ક્રુડ ઓઇલના ભાવને લઈને પ્રાઇસ વોર છેડાઈ ચૂકી છે. જેના કારણે સોમવારે ક્રુડ ઓઇલના ભાવ એક જ સાથે ૩૧ ટકા જેટલા ઘટી ગયા હતા. પરંતુ મંગળવારે તેમાં ૮ ટકાની રિકવરી પણ જોવા મળી હતી.

(3:23 pm IST)