Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોંગ્રેસ મારા નામનો ઉપયોગ ન કરે, હું ભાજપમાં છું અને કાયમ રહીશઃ નીતિન પટેલ

કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખને બદલવા મોટી અફડાતફડી ચાલે છે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૧: આજે પ્રશ્નોત્તરી કાળમાં કોમેન્ટો થતી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું કે, મારા નામે અને મારા ખભાનો ઉપયોગ ન કરો તમારૃં ઘર તૂટી રહ્યું છે તેને સાચવો હું ભાજપમાં છું અને રહેવાનો છું. હું જીવીશ ત્યાં સુધી ભાજપમાં રહીશ અને મરીશ તોય ભાજપમાં મરીશ.

આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, તમારા ઘરની વાતમાં ધ્યાન આપો તમારા પ્રમુખને બદલવા માટે પક્ષમાં મોટી અફડાતફડી ચાલે છે. અમારા પક્ષમાં આવી કોઇ વાત નથી અમારો એક પણ કાર્યકર તમારા પક્ષમાં આવવાનું વિચારતો નથી. અમારા પક્ષમાં નેતૃત્વ મજબૂત છે માટે તમે તમારી ચિંતા કરો.

(3:21 pm IST)