Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

બોર્ડના પેપર લીક થતા અટકાવવા શિક્ષણ વિભાગે 'PATA' નામની એપ વિકસાવી

પેપર લીકની ઘટનાઓને રોકવા માટે શિક્ષણ બોર્ડે નવો અભિગમ અપનાવ્યો

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે શિક્ષણ બોર્ડે આ વર્ષે નવો અભિગમ અપનાવ્યો છે. શિક્ષણ બોર્ડે PATA નામની એપ (App) બનાવી છે

 પાટા નો અર્થ છે પેપર ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન. આ એપને સરકારી પ્રતિનિધિ અને ઝોનલ અધિકારીના મોબાઇલ માં અપલોડ કરાવી ને આઈડી પાસવર્ડ અપાયા છે.
 સરકારી પ્રતિનિધિ સ્ટ્રોગ રૂમમાંથી પેપર નું બોક્સ લે ત્યાંથી લઇને પરિક્ષા કેન્દ્રમાં સંચાલકને પેપરનું બોક્સ આપે તેના તમામ દિશાના ફોટા પાડીને એપ માં અપલોડ કરવાના રહેશે . જોકે એપમાં જુના કે અગાઉથી પાડેલા ફોટો અપલોડ કરી શકાશે નહીં તેવી સીસ્ટમ મુકવામાં આવી છે. તસવીરના પુરાવા અપલોડ કરવાના રહેશે

(1:42 pm IST)