Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પાટણ જીલ્લાનાં વારાહીમાં પતિનાં હાથે પત્નિની હત્યાઃ અગાઉ પણ એકની હત્યા કરી'તી

પાટણ, તા.૧૧: જિલ્લાના વારાહી ગામે રહેતા વેરશી ઠાકોરે સોમવારે અગમ્ય કારણોસર પત્નિ સાથે મારઝુડ કરી તેના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. આરોપીએ પત્નિનો મૃતદેહ સવાર સુધી ઘરમાં જ રાખ્યો હતો અને સવારે પત્નિના મોત અંગેની જાણ સસરાને કરી હતી. જેથી સસરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પૂછપરછ કરતાં પતિએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, આરોપીએ અગાઉ પણ એક હત્યા કરી હતી અને તેના માટે તેને ૨૦ વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી.

(1:27 pm IST)