Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

દોઢ લાખની લાંચ લેનારા સુરતના ટાઉન પ્લાનર સામે પ્રથમથી જ અપ્રમાણસરની મિલ્કતની તપાસ ચાલી રહી છે

વિવાદીત ઉચ્ચ અધિકારીએ હિમત તો કરી, એસીબીને જોઇને ગભરાઇ ગયેલાઃ સર્ચ ઓપરેશન ચાલુ : વડોદરાના સીએ દ્વારા લેવાયેલ ૬ લાખની લાંચમાં આઇટીના અભિષેક રોયની એસીબી દ્વારા ફરીથી પૂછપરછ

રાજકોટ, તા., ૧૧: ઙ્ગઙ્ગલાંચ રૂશ્વત વિરોધી  બ્યુરો દ્વારા વિવિધ સરકારી અને અર્ધ સરકારી ખાતાઓમાં લોકો પાસેથી લાંચ લીધા વગર કામ ન થતા હોવાની લોકોની ફરીયાદ અને માન્યતા દુર કરવા માટે એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં  ચાલતા અભિયાનમાં કટકીબાજોને પકડીને સંતોષ માનવાને બદલે આવા અધિકારીઓ અને કર્મચારીઓને અદાલતમાંથી જામીન તો ન મળે પરતુ ઉચ્ચ અધિકારીઓને પણ રીમાન્ડ લઇ શકાય તેવા અભિયાન હેઠળ સુરત મહાનગર પાલીકાના  ટાઉન પ્લાનર અશ્વીનકુમાર ટેલરને બે દિવસના રીમાન્ડ મેળવ્યા બાદ તેની આકરી પુછપરછ કરવામાં આવી હતી.

નવાઇની વાત એ છે કે અશ્વીનકુમાર ટેલર સામે અપ્રમાણસરની મિલ્કતની તપાસ ચાલુ છે અને તેમની સામે આવક કરતા મિલ્કત વધુ  હોવાના પ્રાથમીક  પુરાવાઓ મળવા છતા તેઓએ બેધડક દોઢ લાખની લાંચ તો લીધી પરંતુ પ૦ હજારનું  ડીસ્કાઉન્ટ આપનાર આ અધિકારી એસીબીને જોતા જ  એકદમ ગભરાઇ ગયા હતા અને તુર્ત નીચે બેસી ગયા હતા. એસીબી દ્વારા તેઓની ગેરકાયદે મિલ્કતની તપાસ ચાલુ જ છે.

દરમિયાન ઇન્કમટેક્ષની નોટીસ સંદર્ભે  સેટલમેન્ટ કરાવાના રાજયભરમાં ચકચારી મામલામાં ઇન્કમટેક્ષ અધિકારી વતી રૂ.૬ લાખની લાંચના આરોપમાં  ઝડપાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુકુંદ શાહના કેસમાં આઇટીના  અધિકારી અભિષેક રોયનું નામ ખુલતા જ એસીબી દ્વારા સતત પુછપરછ કરવામાં આવી હતી. હજુ પણ તેઓની વિશેષ પૂછપરછ  થનાર હોવાનું એસીબી સુત્રો જણાવે છે.

(12:10 pm IST)