Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કાલથી આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગરમાં સંસ્કૃત સંભાષણ તાલીમ-પ્રદર્શન

ગાંધીનગર તા. ૧૧ :.. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડીયન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચર એજયુકેશન -આઇઆઇટીઇ) દ્વારા કાલે તા. ૧ર માર્ચ ગુરૂવારથી સંસ્કૃત સંભાષણ કેન્દ્રનો શુભારંભ થશે. આ કેન્દ્ર માં ત્રણ માસની સમયાવધિના સંસ્કૃત સંભાષણના વર્ગ ચલાવવામાં આવશે. અ વર્ગો સપ્તાહમાં ત્રણ દિવસ લેવામાં આવશે. આ તાલીમને સફળતાપૂર્વક પુર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત તા. ૧ર માર્ચના રોજ સંસ્કૃત સાહિત્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત પ્રદર્શન પણ ખુલ્લું મુકવામાં આવશે.

સંસ્કૃત સંભાષણની તાલીમનો લાભ આઇઆઇટીઇ ઉપરાંત અન્ય ભાષા શીખવામાં રસ  ધરાવનારા નગરજનો પણ લઇ શકશે. આઇઆઇટીઇ ની વેબસાઇટ  www.iite.ac.in  ઉપર આપવામાં આવેલી લિંક    https:/docs. google.com/forms/d/e/1F/ AlpQLSeFTntVjine12CK78Cs_ Tq_C1Bq7KFoslSZA8R4MO6 IFcYUtw/viewform  આ કેન્દ્રમાં કોઇપણ વ્યકિત જોડાઇ શકશે. વધુ માહિતી માટે સંસ્થાના કાર્યાલય રામકૃષ્ણ પરમહંસ વિદ્યા સંકુલ, મહાત્મા મંદિર પાસે ખ રોડ, સેકટર-૧પ, ગાંધીનગર (ફોન નં. ૦૭૯ - ર૩ર૮૭૩૩૮) ઉપર સંપર્ક સાધી શકાય છે.

વર્તમાન સમયમાં વિશ્વના લગભગ સત્તર દેશોમાં ટેકિનકલ અભ્યાસક્રમમાં વિષય ભણાવવામાં આવે છે. સંસ્કૃતમાં જીવવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન જેવા મુળ વિજ્ઞાન ઉપરાંત ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજયશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર  જેવા પાયાના શાસ્ત્રોની સાથે નૌકાશાસ્ત્ર, વિમાનશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર જેવા ઉપયોગી શાસ્ત્રોનો સમાવેશ થાય છે. સંસ્કૃતમાં વિજ્ઞાનનો ખજાનો છે. જે સંસ્કૃતને જાણે છે તે આ વિજ્ઞાનને પણ જાણી શકે છે. જગદીશચંદ્ર બોઝને વનસ્પતીમાં જીવન છે એવું જ્ઞાન મહાભારતના એક શ્લોકમાંથી મળ્યું હતું. કોઇ અન્ય ભાષાઓની તુલનામાં સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જેમાં વાકયનિર્માણ ખૂબજ ઓછા શબ્દોથી થઇ શકે છે. વાકયનો પ્રારંભ વાકયરચનાના કોઇપણ શબ્દથી થાય, વાકયનો અર્થ બદલાતો નથી.

(11:47 am IST)