Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સરકારી નોકરીયાતોને મોટર ખરીદવા ૧૦ લાખ સુધી, સ્કુટર માટે રૂ. ૭પ૦૦૦ સુધી પેશગી

રકમ વધારા અંગે નાયબ સચિવ કે. કે. પટેલે પ્રસિધ્ધ કર્યો પરિપત્ર

ગાંધીનગર તા. ૧૧: પરિપત્રમાં જણાવાયું છે કે, સાતમા પગાર પંચના પે-મેટ્રીક્ષમાં કોઇપણ લેવલમાં રૂ. પ૦,પ૦૦/- કે તેથી વધુ માસિક બેઝિક પગાર મેળવતા નિયમિત સરકારી કર્મચારીને મોટરકારની ખરીદી માટે પેશગી મળવાપાત્ર થશે. સાતમા પગાર પંચના પે-મેટ્રીક્ષમાં કોઇપણ લેવલમાં રૂ. રર,૪૦૦/- કે તેથી વધુ માસિક બેઝિક પગાર મેળવતા નિયમિત સરકારી કર્મચારીને મોટર સાયકલ/સ્કૂટરની ખરીદી માટે પેશગી મળવાપાત્ર થશે.

૧. મળવાપાત્ર મહત્તમ વાહન પેશગી

(અ) મોટરકારની ખરીદી માટે રૂ. ૧૦,૦૦,૦૦૦/- (રૂ. દસ લાખ) અથવા મોટરકારની અપેક્ષિત કિંમત પૈકી જે રકમ ઓછી હોય તે રકમ પેશગી તરીકે મળવાપાત્ર થશે. (બ) મોટર સાયલ/સ્કૂટરની ખરીદી માટે રૂ. ૭પ,૦૦૦/- અથવા મોટર સાયકલ/સ્કૂટરની અપેક્ષિત કિંમત પૈકી જે રકમ ઓછી હોય તે રકમ પેશગી તરીકે મળવાપાત્ર થશે.

ર. વાહન પેશગી માટેનો વ્યાજદર

વંચાણ લીધેલ ક્રમ (૪) પરના તા. ૯/૪/ર૦૧પના ઠરાવથી નિયત કરવામાં આવેલ વ્યાજ દરને સ્થાને મોટર કાર પેશગી માટે વાર્ષિક વ્યાજ દર ૧૦% અને મોટર સાયકલ/સ્કૂટર પેશગી માટે વાર્ષિક વ્યાજ દર ૯% નિયત કરવામાં આવે છે.

વાહન પેશગીના વ્યાજ દર અંગે અન્ય કોઇ હુકમો ન થાય ત્યાં સુધી ઉકત વ્યાજદર અમલમાં રહેશે.

૩. વાહન પેશગીની વસૂલાત

(અ) મોટર કાર પેશગીની વસૂલાત માટેનો સમયગાળો મુદ્દલની રકમ માટે ૮૦ માસિક હપ્તા અને વ્યાજ માટે ૪૦ માસિક હપ્તા એમ મળી કુલ ૧ર૦ માસિક હપ્તા કરતાં વધવો જોઇએ નહિં. (અ) મોટર સાયકલ/સ્કૂટર પેશગીની વસૂલાત માટેનો સમયગાળો મુદ્દલની રકમ માટે ૬૦ માસિક હપ્તા અને વ્યાજ માટે ર૪ માસિક હપ્તા એમ મળી કુલ ૮૪ માસિક હપ્તા કરતાં વધવો જોઇએ નહિં.

૪. સરકારી કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ બે જ વખત વાહન પેશગી મળવાપાત્ર થશે (બે વખત મોટરકાર માટે અથવા બે વખત મોટર સાયકલ/સ્કૂટ માટે અથવા એક વખત મોટર કાર અને એક વખત મોટર સાયકલ/સ્કૂટર માટે) એકવાર વાહન પેશગી લીધેલ હોય અને આ પેશગીની બધી જ રકમ ભરપાઇ થઇ ગયેલ હોય તે સંજોગોમાં જ બીજી વાર વાહન પેશગી મળવાપાત્ર થશે.

પ. દિવ્યાંગ વ્યકિતઓ માટેની પેટ્રોલ/ડીઝલ સંચાલિત ટ્રાયસિકલ આ ઠરાવ અન્વયે મળવાપાત્ર પેશગીના હેતુ માટે સ્કૂટર/મોટર સાયકલ તરીકે ગણવાની રહેશે. વધુમાં, દિવ્યાંગ સરકારી કર્મચારીની અપંગતાને ધ્યાને લઇને વાહનમાં કરાવવામાં આવતા મોડીફીકેશન સહિતની કિંમત વાહન પેશગીના હેતુ માટે ગણતરીમાં લેવાની રહેશે.

૬. પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય તો બંનેની સંયુકત આવક ધ્યાને લીધા સિવાય બંનેને અલગ-અલગ રીતે નિયમોની મર્યાદામાં વાહન પેશગી મળવાપાત્ર થશે.

(11:47 am IST)