Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કુપોષણ નાબુદી તથા જળસંચયના મહ્રતમ કર્યો કરીઃ રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠકઃ ૧૫ાા કરોડના વિકાસ કામો

રાજકોટ,તા.૧૧:રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી, જેમાં રાજકોટ જિલ્લાના રૂ. ૧૫.૭૫ કરોડના વિકાસકામોને મંજૂરી અપાઇ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા આયોજન સમિતિના સભ્યો તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સંબોધતાં પ્રભારી મંત્રીશ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે આવનારા બે માસમાં જળ સંચયના અને આવનારા બે વર્ષમાં કુપોષણ નાબૂદીના મહત્ત્।મ કાર્યો લોકભાગીદારીથી કરવાની રાજય સરકારની નેમ છે. ગત વર્ષના મહત્ત્।મ વિકાસ કામો પૂર્ણ કરવા બદલ સંબંધિત સરકારી વિભાગોની કામગીરીની પ્રભારી મંત્રીશ્રી ચુડાસમાએ સરાહના કરી હતી. કર્મચારીઓની ઓછપના કિસ્સામાં કાર્યરત કર્મચારીઓને માનવીય ધોરણે થોડું વધુ કામ કરવા મંત્રીશ્રીએ ઉપસ્થિત કર્મચારીઓને હ્રદયસ્પર્શી અનુરોધ કર્યો હતો અને તમામ સરકારી વિભાગોને પરસ્પર સંકલનથી લોકવિકાસના કાર્યો સંપન્ન કરવા સૂચના આપી હતી.

પ્રભારી મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત લોક-પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા નિયત ગાઈડ લાઈન મુજબના કામોની જઙ્ગ દરખાસ્ત રાજય સરકારમાં રજુ કરવાની રહેશે. આવશ્યક વિકાસ કામોને પ્રાધાન્ય આપી સૂચિત વિકાસકામોના સત્વરે પ્રારંભ કરવામાં આવશે, તેમ પ્રભારીમંત્રીશ્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું તથા પેન્ડિંગ કામો સમયસર પૂર્ણ કરવા મંત્રીશ્રીએ સરકારી વિભાગોના અધિકારીઓનેઙ્ગ સૂચના આપી હતી. ગત બેઠકની કાર્યવાહી નોંધને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.

બેઠકના પ્રારંભે કલેકટર સુશ્રી રેમ્યા મોહન તથા નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડયા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. જિલ્લા આયોજન અધિકારીશ્રી એન.આર.ટોપરાણીએઙ્ગ જિલ્લાભરમાંથી આવેલી વિવિધ વિકાસ કામોની દરખાસ્ત પ્રભારીમંત્રી સમક્ષ રજૂ કરી હતી. અને વિવિધ યોજનાઓ હેઠળ મંજુર કરવાપાત્ર કામો અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓના પ્રમુખો અને વિવિધ તાલુકાઓના તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, જિલ્લા આંકડા અધિકારીશ્રી વી.બી. માંડલીયા, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામક શ્રી એમ.એમ.પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ. જી. વ્યાસ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:45 am IST)