Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

આયોડાઇઝડ ક્રિસ્ટલ મીઠાના ભાવમાં ૪૨ % જેવી તેજીઃ નવો ઇતિહાસ રચાશેઃ રૂ.૭૦થી વધી ૧૦૦ થયું

ખારાઘોડાઃ આયોડાઇઝડ ક્રિસ્ટલ મીઠાના ભાવમાં ટૂંકગાળામાં ૪૨ % જેટલી તેજી આવતા મીઠાનાં અગરિયાનઓ અને વેપારીઓ આલમમાં ઉત્સાહનો માહોલ છે. રેલ્વે દ્વારા રેકની ફાળવણી કરાતા રવાનગી વધી ગઇ છે. પરિણામે સામાન્ય રીતે એક કિવન્ટલે રૂ.૭૦માં વેચાતું મીઠું રૂ.૧૦૦માં વેચાવા લાગ્યું છે.

મીઠાના એક સદીના વેપારના ઇતિહાસમાં ડિસેમ્બર ૨૦૧૨માં મીઠાના ભાવ ૧૦૫ થયો હતો એ પછી અત્યારે રૂ.૧૦૦ થયા છે તે રાહત પહોંચાડે તેવા છે. આ સપાટી કદાચ આ વર્ષે ફરીથી જોવા મળી શકે તેમ છે. વેપારીઓ કહે છે આ શરે ૭૫ હજાર ટન મીઠાનો વેપાર રેલમાર્ગે થયો છે. વધુ ૫૦ હજાર ટન મીઠું જઇ શકે છે.

બીજી તરફ હોળીના એક દિવસ પહેલા અગ્રિ દિશાથી વાયવ્ય તરફના ભારે પવન ફૂકાવાનું શરૂ થતાં મીઠાના અગરમાં કયારાના પાણી સુકાળ જવાની એક કૂવાના પાણી ભળી જવાની ભીતિથી અગરિયાઓના જીવ પડીકે બંધાયા છે. અગરિયાઓના મતે આ ખોટી દિશાઓ પવન છે કારણે કે મીઠાના ઉત્પાદન અને ગુણવતાને તેનાથી નુકશાન થાય છે.

અગરયિા પ્રહલાદભાઇ કહે છે પવન ફંકાતા કોઇ અકળકારણસર રણના કૂવાઓમાં ખારા પાણીનો મોટાપાયે ઘટાડલ થાય છે. પરિણામે મીઠાનું ઉત્પાદન ઘટી જાય છે. મીઠાનાં કયારા ઉપરથી આ પવન પસાર થતા પાણી પણ સૂકાઇ જાય છે. પાણી અસ્થિર થતાં ક્રિસ્ટલના આકાર ઉપર અસર પડે છે. ભાવ પણ કપાય છે. ચાર પાંચ દિવસ આવો પવન વાય તો ઉત્પાદન અને ગુણવતા બગડશે. એમાં બેમત નથી. ગયા વર્ષે ચોમાસું લાબું ચાલતા કચ્છના ગાંધીધાનમ અને રાજસ્થાનના નવા કુચામણ તરફ મીઠાનું વ્યાપક ધોવાણ થયું છે. પરિણામે વેપારીની માગ ખારાઘોડા અને સાંતલપુર તરફ વળી છે.

(11:34 am IST)