Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જ્યોતિરાદિત્ય સિંધીયાનો નિર્ણંય યોગ્ય :નેતાગિરી વિહોણી કોંગ્રેસ વ્યાપક અસંતોષમાં હોમાઈ ગઈ:વિજયભાઈ રૂપાણી

મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર આંતરિક ઝઘડાઓને કારણે તૂટી ગઈ

અમદાવાદ : મધ્ય પ્રદેશની સ્થિતિ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અંદરોઅંદરના અસંતોષને કારણે હોમાઈ ગઈ છે. સિંધિયાએ જે પણ નિર્ણય કર્યો છે તે યોગ્ય છે

 ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક પહેલા પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "મધ્ય પ્રદેશમાં જે થયું છે તે એક દિવસ થવાનું જ હતું. દેશમાં કૉંગ્રેસ પાર્ટી નેતાગીરી વિહોણી છે. કોંગ્રેસમાં વંશ પરંપરાગત જે વ્યવસ્થા છે તેને કારણે દરેક રાજ્યમાં કાર્યકરોમાં વ્યાપક અસંતોષ છે. હું માનું છું કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખૂબ જ યોગ્ય નિર્ણય કર્યો છે. કૉંગ્રેસ ચારેતરફ અંદરોઅંદરના વ્યાપક અંસતોષમાં હોમાઇ ગઈ છે. જેના ફળસ્વરૂપે મધ્ય પ્રદેશમાં આજે કૉંગ્રેસની સરકાર આંતરિક ઝઘડાઓને કારણે તૂટી ગઈ છે."

(11:27 am IST)