Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમદાવાદની જેલમાં આરોપીઓને જલ્સા : 'નાયક નહીં ખલનાયક હું મે' ગીત પર કર્યો ટીકટોક વીડિયો

મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો આ વીડિયો હોવાની ચર્ચા

 

અમદાવાદ : કેટલાય આરોપીઓને જાણે કોઈ લાજ શરમ હોતી નથી. ધરપકડ થાય અને જેલમાં પૂરવામાં આવે છતાં જાણે કોઈ મોટું કામ કર્યું હોય તેમ જેલમાં મોબાઈલ ફોનથી ટીકટોક બનાવી શેર કર્યો હતો આરોપીને તેના બુટલેગર મિત્રો મળવા આવ્યા ત્યારે નાયક હું મેં ગીત પર ટીકટોક વીડિયો બનાવ્યો હતો અને અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો આ વીડિયો હોવાની ચર્ચા છે.

જોકે  વીડિયોની સત્તાવાર કોઈ પુષ્ટી કરતું નથી.પરંતુ પોલીસ સ્ટેશનમાં આ રીતે વીડિયો બનાવતા કોઈ પોલીસે કેમ રોક્યો નહીં હોય. શું કોઈ પોલીસનું ધ્યાન નહીં ગયું હોય કે પછી આરોપીઓને છાવરવાના પ્રયાસો થયા હશે. આવા સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનની જેલમાં પણ આ આરોપીઓ બિન્દાસ રહેતા હોય તો સમાજમાં ખુલ્લેઆમ શું નહીં કરતા હોય.

(12:23 am IST)