Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમદાવાદના છારાનગરમાં દુષ્કર્મ બાદ સગીરાનો ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : આરોપીની ધરપકડ

કુબેરનગરના સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ દુષ્કર્મ ગુજાર્યું : અશ્લીલ વિડિઓ બનાવી વાયરલ કર્યો હતો

 

અમદાવાદમાં છારાનગર વિસ્તારમાં દુષ્કર્મ પીડિતાએ આપઘાત કરી લીધો છે. પીડિતા સગીરા હતી અને તેણે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું છે. આપઘાત કરનારી પીડિત સગીરા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને તેની સાથે અભ્યાસ કરતા કુબેરનગરના એક વિદ્યાર્થીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

  સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સગીરાને જીવન દોઝખ લાગવા માંડ્યું અને પોતે જ ગળેફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હતો  ઘટના બાદ છારાનગર વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થિતિને જોતા આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે જ્યારે સગીરા આ વિદ્યાર્થી મિત્રના અન્ય મિત્રના કાકાની દુકાને કોઈ સામાન લેવાય જાય ત્યારે ત્યાં અન્ય મિત્રો સગીરાનો પીછો કરતા હતા અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધવા હાથ પકડતા અને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શરીરસંબંધ બાધવાની માંગણી કરતા હતા.

સગીરા મનાઈ કરતી હતી જેથી આ મિત્રોએ ભેગા મળી તેનો ન્યૂડ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જો કે સગીરાએ આ વિદ્યાર્થીના જ ત્રણ મિત્રો સાથે શરીરસંબંધ બાંધવાનો ઈનકાર કરતા લગભગ 10 જેટલા વીડિયો વાયરલ કરી દીધા હતા. સરદારનગર પોલીસે પોક્સો અને આઈટી એક્ટ મુજબ બે અલગ અલગ ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.

(12:58 am IST)