Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમદાવાદ: ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા 105 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગના દબાણો તોડાયાં

-કુલ 16,906 ચોરસ મિત્ર જગ્યા મુક્ત કરાવાઈ : 35,42 લાખનો દંડ ફટકારાયો

અમદાવાદ : શહેરમાં છેલ્લા અઠવાડિયામાં 10 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાંથી દબાણો તોડી પાડવામાં આવ્યા છે જેનાથી પાર્કિંગની જગ્યા ખુલ્લી થઈ ગઈ છે. કુલ 1805 ચોરસ મીટરના દબાણો તોડી પડાયા છે

 ગત  29 જાન્યુઆરીથી હાથ ધરવામાં આવેલી હતી  આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં 105 બિલ્ડિંગોના બેઝમેન્ટના પાર્કિંગમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડીને 16,906 ચોરસ મીટર પાર્કિંગની જગ્યા દબાણ મુક્ત કરાઈ છે. આ તમામ દબાણો દૂર કરવાની સાથે કોર્પોરેશને કુલ 35.42 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

(12:50 am IST)