Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વની ઉજવણી :અનોખી ખાસડાં યુદ્ધની પરંપરા

જેને જુત્તું વાગે તેનું આગામી વર્ષ શુભદાયી અને ફળદાયી નીવડે તેવી માન્યતા

મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખી ખાસડાં યુદ્ધની પરંપરા છે. લોકો એક બીજાને જુના પુરાણા ખાસડાં એટલે કે જૂત્તા મારે છે અને જેને જુત્તું વાગે તેનું આગામી વર્ષ શુભદાયી અને ફળદાયી નીવડે તેવી માન્યતા છે. આ અનોખા યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ખાસડાં હોળી રમે છે. જો કે, સમય જતા છેલ્લા કેટલાક વર્ષથી ખાસડાની જગ્યાએ હવે શાકભાજીએ સ્થાન લીધું છે. હવે એકબીજા ઉપર જૂતા નહીં પણ રિંગણા, ટામેટા, બટાકા સહિતના શાકભાજી મારવામાં આવે છે. 150થી પણ વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ જોવા મળી રહી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.

(12:48 am IST)