Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતના માંડવીના રામેશ્વર નજીક તાપી નદીમાં ડૂબી જતા ત્રણ લોકોના કરૂણમોત

તહેવારના દિવસે ગોઝારી ઘટના બનતા ત્રણેયના પરિવારમાં માતમ છવાયો

 

સુરત જિલ્લાના માંડવીના રામેશ્વર નજીક તાપી નદીમાં નાહવા પડેલા ત્રણના ડૂબી જતાં કરૂણમોત નિપજ્યા છે યા હતા. બે યુવાનો અને એક કિશોર નાહવા પડ્યા હતા. ત્રણ પેકી એક કિશોર અને એક યુવાન કામરેજનો તેમજ અન્ય એક યુવાન સરથાણાનો હોવાનું બહાર આવ્યું હતું

    સુરત જિલ્લાના માંડવીના રામેશ્વર મંદિર નજીકથી પસાર થતી તાપી નદી ત્રણ લોકો નહાવા પડ્યા હતા અને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિકોએ દ્રશ્ય જોતા માંડવી ફાયરની મદદ લેવાય હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે પહેલા બે યુવાનોના મૃતદેહ ને શોધી કાઢ્યા હતા. જ્યારે એક કલાકની જહેમત બાદ ત્રીજો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ હતો એક કિશોરનો.હતો

 યુવાનોના મૃતદેહ અંગે તપાસ કરતા  બંને યુવાનો પેકી કામરેજ નવા ગામ નવકાર રેસિડેન્સી માં રહેતો અતુલ વાસરામ સેજલિયા , તેમજ કામરેજ શ્યામ નગર રહેતો નવ વર્ષીય  રુદ્રાક્ષ કથમેટિયા અને અન્ય એક યુવાન સરથાણા જકાતનાકા વ્રજ વીલા રહેતો શાંતિ સેજલિયા હોવાની ઓળખ થઈ હતી. સમગ્ર મામલે માંડવી પોલીસ ઓણ ઘટના સ્થળે પોહચી કાયદેસર કાર્યવાહી કરી હતી. જોકે તહેવારના દિવસે ગોઝારી ઘટના બનતા ત્રણેય ના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

(10:15 pm IST)