Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

તાપી નદીના ઉકાઈ જળાશયમાં હોડી પલ્ટી જતા 13 લોકો ડૂબ્યા : બાળકનો મૃતદેહ મળ્યો : 5નો બચાવલણય છ ની શોધખોળ ચાલુ

સુંદરગામનો પરિવાર ઉચ્છલના ભીડખુર્દ ગમે વણઝારી પોગારો વિસ્તરામાં પીકનીક કરવા ગયેલા

તાપી : તાપી નદીના ઉકાઈ જળાશયમાં હૉડી પલ્ટી જતા 13 લોકો ડૂબ્યા હતા જેમાંથી એક બાળકનો મૃતદેહ મળ્યો છે અને પાંચ  બચાવી લેવાયા છે જયારે અન્ય છ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે

  તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે રહેતા 13 જેટલા સભ્યો તાપી નદીના ઉકાઈ જળાશયમાં ડૂબ્યા હતા જેમા 5 નો બચાવ થયો હતો જયારે 6 વ્યક્તિ ની શોધખોળ ચાલુ છે 1 નો મૃતદેહ મળી આવ્યો છે આ પરિવાર ઉચ્છલ તાલુકાના ભીડખુંર્દ ગામે વણઝારી પોગારો વિસ્તારમાં હોળીમાં બેસીને પીકનીક કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ ભારે પવનને કારણે હોળી પલ્ટી જતા બે નાની બાળકી તથા એક બાળક સહિત 13 સભ્યો ડૂબી ગરક થયા હતા જે પૈકી એક માસુમ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો

આ અંગે સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધુળેટીના પર્વે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે રહેતું પરિવાર તાપી નદીના ઉકાઈ જળાશય ખાતે ફરવા નીકળ્યું હતું. તે દરમ્યાન આ પરિવારના 13 જેટલા સભ્યો ઉકાઈ જળાશયમાં ઉચ્છલ તાલુકાના ભીડખુંર્દ ગામે વણઝારી પોગારો વિસ્તારમાં હોળીમાં બેસી ને પીકનીક કરવા ગયા હતા . અને ત્યાંથી બપોર બાદ સાંજના સમયે પરત ફરી રહ્યા હતા . તે સમયે ભારે પવનને કારણે તેમની હોળી પલ્ટી ગઈ હતી. ઉકાઈ જળાશયમાં હોળી પલ્ટી જતા બે નાની બાળકીઓ તથા એક બાળક સહિત પરિવારના સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા

ઘટનાની જાણ સ્થાનિક તરવૈયા, ફાયર વિભાગ તથા પોલીસને થતા તેમણે 5 વ્યક્તિઓને બચાવી લીધા હતા જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢયો હતો . જ્યારે અન્ય 6 વ્યક્તિઓની શોધખોળ  હાથધરી છે . ઘટનાની જાણ થતાં જ અધિક કલેકટર, ડી.વાય.એસ.પી સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા .

બચાવી લીધેલા વ્યક્તિ  

 જીગ્નેશ દેવજીભાઈ વળવી (30) 
જીગ્નેશ ભરતભાઇ કોંકણી (17)
યાકુબ ભિવસનભાઈ કોંકણી (28)
ગણેશ રતુભાઈ કોંકણી (26)
અમિત પારત્યાભાઈ ગામીત (28)
વિકાસ રાજેશભાઇ ગામીત (15)

પાણી માં ગરક થયેલા વ્યક્તિ 

સંજના રાજેશભાઇ કોંકણી(14)
અભિષેક રાજેશભાઇ કોંકણી(12)
આરાધ્યબેન સુકલાલ કોંકણી(7)
વિનોદ બુધિયાભાઈ કોંકણી(18) 
રાજેશ બલીરામ કોંકણી(33)
ઊર્મિલાબેન રતુભાઈ કોંકણી(20)

માસુમનો મૃતદેહ મળી આવ્યો 

એંજલ ડેવિડભાઈ કોંકણી (5)

 

(10:01 pm IST)