Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોઈ કોરા ન રહ્યા, રંગોના મહાપર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમા સોસાયટીના રહીશો દ્વારા સામુહિક રીતે ધૂળેટીની ઉજવણી કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: વિરમગામ શહેર સહિત સમગ્ર પંથકમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમા સોસાયટીના રહીશો દ્વારા સામુહિક રીતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા શ્રી રામજી મંદિર માથુર વૈશ્ય શાખા સભા દ્વારા ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. વિરમગામ શહેરના શ્રી ભીમજીઝાલા યુવક મંડળ સ્થાનિક રહીશો એ ગરબે ઘૂમી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.

 વિરમગામ શહેરના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે રંગોત્સવ ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિરમગામ શહેરના વિવિધ મંદિરો અને મહોલ્લા સોસાયટીઓમાં પણ હર્ષોલ્લાસ સાથે ધુળેટીની ઊજવણી કરવામાં આવી હતી.

(9:22 pm IST)