Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ખેડા જિલ્લામાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીને પોલીસે રંગે હાથે દબોચ્યો

ખેડા: જિલ્લામાં ધાડ અને લૂંટની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં ફરતા લિસ્ટેડ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અગાઉ ધાડ-લૂંટ જેવા ગુનાઓને અંજામ આપનાર ઇસમ નડિયાદ તેના મિત્રના ઘરે આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી. જે દરમ્યાન પોલીસેે ખુંખાર આરોપી તેમજ તેના મિત્રને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. ખેડા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ધાડ અને લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી હર્ષદભાઇ ઉર્ફે જીગો કિશોરભાઇ સોલંકી (રહે. લીંબડી, જી.સુરેન્દ્ર નગર, હાલ રહે. નડિયાદ ચંપા તલાવડી પાસે પવનચક્કી રોડ) જે પોતાના મિત્ર જીતેષ ઉર્ફે જીગ્નેશ ગોવિંદભાઇ ભરવાડ (રહે. મંજીપુરા સુંદરવન સોસાયટી સામે જાનકી પાર્ક સોસાયટી ખાત)ે તેના મિત્રને મળવા આવ્યો છે, અને હાલ તેના ઘરમાં જ છે. જેના આધારે પોલીસે જીતેષના ઘરે રેડ કરતા હર્ષદ મળી આવ્યો હતો. જેથી પોલીસે બંનેની પુછ પરછ અને અંગ ઝડતી કરતા હર્ષદ પાસેથી કમરના ભાગે ભરાયેલ મોટો તિક્ષ્ણ ધારદાર લોકવાળો છરો કિંમત રૂ.૫૦૦ તથા બે મોબાઇલ ફોન િંકમત રૂ.૧૦,૫૦૦ ના મળી આવેલ હતા. તેમજ જીતેષના ઘરમાં તપાસ કરતા પુજા માટેના મંદિરની ઉપરની છાજલીમાંથી એક સફેદ કલરના કોટનના ઝભલામાં એક દેશી બનાવટની પિસ્ટલ મેગ્ઝીન સાથે કિમંત રૂ.૧૦,૫૦૦ તથા જીવતા કારતુસ નંગ ૪ કિંમત રૂ.૪૦૦ ના મળી આવ્યા હતા. આ હથિયારો ક્યાથી લાવ્યા અને તેના પાસ પરમીટ બાબતે પોલીસે પુછપરછ કરતા આ પિસ્ટલ જીતેષ ઉર્ફે જીગ્નેશ ગોવિંદભાઇ ભરવાડે હર્ષદભાઇ ઉર્ફે જીગોને લાવી આપેલાની કબૂલાત કરી હતી. હર્ષદ ગુનાહીત ઈતિહાસ પણ ધરાવે છે. જેમાં ધાગધ્રા પોલીસ સ્ટેશન ખાતે તેના વિરૂધ્ધ ખુનનો ગુનો પણ દાખલ થયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

(5:37 pm IST)