Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સુરતના ડીડોલીમાં પોલીસની ગાડીની ટક્કરે કાર નહેરમાં ખાબકતા પાંચને સારવાર અર્થે ખસેડાયા

સુરત:ડીંડોલી રોડ પર દારૂ પીધેલો હોવાથી ચાલકે કાર નહીં ઉભી રાખતા પોલીસે તેનો પીછો કર્યો હતો. અને ખરવાસા નહેર રોડ પર પોલીસની ગાડીની ટક્કરે કાર નહેરમાં ખાબકી હતી. કારમા સવાર છ મિત્રને નહેરમાંથી બહાર કાઢયા બાદ સારવાર માટે પાંચ મિત્રને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ લિબાયતમાં આસપાસ પાસે ધીરજનગરમાં રહેતો ૨૬ વષીૅય મુકેશ તેના પાંચ મિત્ર સાથે આજે બપોરે ચલથાણાથી કારમાં ઘર તરફ આવતા હતા તે સમયે ડીંડોલી રોડ પર ખરવાસા નહેરમાં કોઇ કારણ સર તેમની કાર નહેરમાં ખાબકી હતી. નહેરમાંથી તમામને બહાર કાઢી પાંચ મિત્રને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં મુકેશ,આંનદ પાટીલ (ઉ.વ.૪૦), મુકેશ ચુનારા (ઉ.વ.૧૯), રાકેશ પાટીલ (ઉ.વ.૨૬), પ્રવિણ પાટીલ (ઉ.વ.૨૪)નો સમાવેશ થાય છે.જયારે તેમનો છઠ્ઠો મિત્ર જ્ઞાાનેશ્વેર માળી (ઉ.વ.૨૪)ને સારવાર માટે નવી સિવિલમાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 

(5:30 pm IST)