Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

વડોદરામાં શંકાશીલ પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયારના ઘા વડે જીવલેણ હુમલો કરતા ચકચાર

વડોદરા:પત્ની પર સતત શંકા કરીને ઝઘડો કરતાં પતિ એ પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી માથાના ભાગે તથા હાથ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે ખુદ તેની પુત્રીએ જ પિતા સામે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે વારસીયા રીંગ રોડની કમલાપાર્ક સોસાયટીમાં રહેતી સેજલ ડાવર બેન્કર્સ હોસ્પિટલમા નર્સ છે. તેના પિતા વિનોદ ડાવર શંકાશીલ સ્વભાવના હોઇ પોતાની પત્ની રમીલાબેન પર સતત શંકા કરતા હતા. અને ઝઘડા કરી પત્નીને મારતા હતા. જેથી, બે વર્ષથી તે અલગ રહે છે. આજે સવારે રમીલાબેન હાથીખાના અનાજ બજારમાં કામ માટે ગયા હતા. તે દરમિયાન તેમનો પતિ વિનોદ ડાવર તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવ્યો હતો. અને માથાના પાછળના ભાગે તથઆ હાથ પર ગંભીર ઇજાઓ પહોંચાડીને ફરાર થઇ ગયો હતો. રમીલાબેને પુત્રી સેજલને ફોન કરીને જાણ કરતા તે દોડી આવી હતી. પરંતુ તે દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ વાળા રમીલાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

(5:23 pm IST)