Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

હાર્દિકે કોંગ્રેસ માટે કામ કર્યુ, સમાજ સાથે દગો કર્યોઃ જીતુભાઈ વાઘાણી

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, હાર્દિક પટેલે અત્યાર સુધી કોંગ્રેસ માટે જ કામ કર્યુ છે અને હવે કોંગ્રેસ તરફથી જ ચૂંટણી લડનાર છે ત્યારે તેમણે સમાજ સાથે દગો કર્યો છે, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે તેથી કોંગ્રેસે સ્વીકારી લેવું જોઈએ કે નબળો પક્ષ છેઃ જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા ભાજપમાં આવતા તેમનુ સ્વાગત છે અને ભાજપની શકિતમા વધારો થયો છેઃ જેને પણ ભાજપમાં આવવું હોય તે આવી શકે છેઃ ગુજરાતમાંથી અમે ૨૬ બેઠકો જીતી જઈશું

(3:54 pm IST)