Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગુજરાતમાં ભાજપને ૨૪ તો કોંગ્રેસને મળી શકે છે માત્ર બે બેઠક : સર્વે

ભાજપને ૫૩.૧ ટકા વોટ ૨૮૨ તો કોંગ્રેસને ૪૦.૩ ટકા

નવી દિલ્હી તા. ૧૧ : લોકસભા ચૂંટણી ૨૦૧૯નો શંખનાદ થઈ ગયો છે. એબીપી ન્યૂઝે ૨૦૧૯ની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજયના લોકોનો મૂડ જાણવાની કોશિશ કરી હતી. એબીપી ન્યૂઝ અને સી વોટર સર્વે મુજબ ગુજરાતમાં બીજેપીનું પલડું ભારે છે. સર્વે મુજબ ભાજપ ૨૪ સીટ જીતી શકે છે. જયારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરનારી કોંગ્રેસને સર્વેમાં કોઇ ફાયદો નહીં થાય. એબીપી ન્યૂઝ અને સી વોટરના સર્વેમાં કોંગ્રેસને ગુજરાતમાં ૨ સીટ મળી શકે છે.

વોટ શેરની વાત કરવામાં તેમાં પણ ભાજપ કોંગ્રેસ કરતાં ઘણી આગળ છે. બીજેપીને ૫૩.૧ ટકા વોટ સર્વે મુજબ મળી રહ્યો છે, કોંગ્રેસને ૪૦.૩ ટકા વોટ મળવાની સંભાવના છે. વોટ શેરમાં ભાજપ કોંગ્રેસ કરતાં લગભગ ૧૩ ટકા વધારે વોટ મળવી રહી છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજયની તમામ ૨૬ સીટો જીતી હતી. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં રાજયની ૧૮૨ સીટોમાંથી ભાજપ ૧૦૦નો આંકડો પણ સ્પર્શી શકી નહોતી.

એબીપી ન્યૂઝ-સી વોટરે દેશની તમામ ૫૪૩ લોકસભા સીટો પર આ સર્વે કર્યો છે. આ સર્વે ફેબ્રુઆરી ૨૦૧૯ના  પ્રથમ સપ્તાહથી લઈ માર્ચ ૨૦૧૯ના પ્રથમ સપ્તાહ દરમિયાન કરવામાં આવ્યો છે.

આ સર્વેમાં ૫૦ હજારથી વધારે લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.

(11:35 am IST)