Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ભાનુશાળી હત્‍યા કેસના કાવત્રાખોર છબીલ પટેેનો પુત્ર સિદ્ધાર્થ પણ ભારે પહોંચેલો નિકળ્યો : પિતાને ભાગવા માટે પ્‍લેનની ટિકિટ પણ બુક કરાવેલ : પોલીસ પાસે પોપટ બની જતો સિદ્ધાર્થ

અમદાવાદ : ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનાં કેસને છબીલ પટેલનાં ઇશારે રફેદફે કરવાનાં પ્રયાસો થઇ રહ્યાં છે. હત્યાનાં કાવતરાથી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ પણ જાણતો હતો તેવી વિગતો સીટની તપાસમાં સામે આવ્યું છે. જેના કારણે ગઇકાલે મોડી રાતે સીટનાં અધિકારીઓએ સિદ્ધાર્થની ધરપકડ કરી છે. સીટના અધિકારીઓ સમક્ષ પૂછપરછ માટે હાજર થયેલા સિધ્ધાર્થનો રોલ શૂટરોને બાઈક , હેલ્મેટ પુરા પાડવાનો હતો તે પણ પ્રકાશમાં સામે આવ્યું છે. આ ઉપરાંત છબીલ પટેલની એર ટિકિટ પણ સિદ્ધાર્થે કરાવી હતી.

 

ભાનુશાળીની હત્યા માટે આયોજનબધ્ધ રીતે કાવતરૂ ઘડવામાં આવ્યું તે સમગ્ર મામલાને આરોપી સિધ્ધાર્થ શરૂઆતથી જાણતો હતો. સિધ્ધાર્થ ભાનુશાળીની હત્યા માટે નીકળેલા શૂટરોને બાઈક અને હેલ્મેટ પુરૂ પાડયું હતું. હેલ્મેટ વગર વાહન ચલાવવા મામલે પોલીસ રોકે અને ચેકીંગ થાય તો હથિયાર પકડાયો તો સમગ્ર યોજના પડી ભાગે તેમ હતી. ઉપરાંત સીસીટીવીમાં આરોપીઓને પોલીસ ઓળખી જાય તો પણ સમગ્ર કાવતરૂ ખુલ્લુ પડી જાય તેમ હતું.

છબીલ પટેલ અમેરિકામાં હોવાની વિગતો મળી છે. સિધ્ધાર્થ હત્યા બાદ છબીલ પટેલના સતત સંપર્કમાં રહીને તેઓની સૂચના મૂજબ કામ કરતો હતો. જો કે, સીટના અધિકારીઓએ તેનો ભાંડો ફોડી નાંખ્યો હતો. સિદ્ધાર્થની રવિવારે ધરપકડ કરી છે.

વિશાલ કાંબલેએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સાથે શાર્પશૂટર શશીકાંત દાદા કાંબલે અને અશરફ અનવર શેખની પ્રથમ મુલાકાત 9મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ ઈનોરબીટ મોલમાં કરાવી હતી. વિશાલ કાંબલે શાર્પ શુટર શશીકાંતનો દૂરનો બનેવી થાય છે. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા માટે 30 લાખ રૂપિયામાં સોપારી છબીલ પટેલે આપી હતી. જે પેટે રૂ. 5 લાખ રોકડા અપાયા હતા એડવાન્સમાં આપ્યા હતાં.

 

(1:40 pm IST)