Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

નાંદોદ તાલુકાના ગામોમાં મમતા દિવસમાં મળતી અરોગ્ય સેવા બાબતે NCD ટીમે નિરીક્ષણ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અલગ અલગ ગામોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા મળતી અરોગ્ય સેવાઓનું એન.સી. ડી.ટિમ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું જેમાં રામપર, માગરોલ ગામ તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શહેરાવ,તરસાલ ગામમાં યોજાયેલ મમતા દિવસની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં બિનચેપી રોગ કાર્યક્રમ તેમજ માતા અને બાળકોને મળતી આરોગ્ય બાબતેની સેવાઓનું જિલ્લા એનસીડી સેલ,જનરલ હોસ્પિટલ, રાજપીપળાના કેતનભાઈ માછી,ડી.પી.સી તેમજ સુરેશ ભાઈ વસાવા,એફ.એલ.સી દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

(10:54 pm IST)