Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

મુળ ગુજરાત કેડરના આ બંને અધિકારીઓ રાજકોટમાં કલેકટર - મ્‍યુનિસિપલ કમિશ્નર પદે રહી ચૂકયા છે : કે. શ્રીનિવાસ - પંકજ જોષી કેન્‍દ્રમાં સેક્રેટરીપદે એમપેનલ્‍ડ થયા

બંને આઈએએસ વેવાઈના સંબંધોથી જોડાયા છે : કાર્યદક્ષ અધિકારી તરીકે બંનેની ગણના થાય છે

રાજકોટ, તા. ૧૧ : મુળ ગુજરાત કેડરના અને હાલ કેન્‍દ્રમાં માનવંતા સ્‍થાન પર ફરજ બજાવતા  કે.શ્રીનિવાસન અને પંકજકુમાર જોષીને કેન્‍દ્રમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી દરજ્જે એમપેનલ્‍ડ કરવામાં આવ્‍યા છે. ગુજરાતમાં જે એડીશ્નલ ચીફ સેક્રેટરી દરજ્‍જા તરીકે ઓળખાય છે તે કેન્‍દ્રમાં સેક્રેટરી તરીકે સંબોધન થાય છે.

કેન્‍દ્રમાં ટોચના આઈએએસ અધિકારીઓની બદલી - બઢતીની સત્તા આપતી જે ઓથોરીટી છે અને જેના અધ્‍યક્ષ તરીકે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી છે તેવી કમીટીમાં શ્રી કે. શ્રીનિવાસન મહત્‍વના સ્‍થાને ફરજ બજાવે છે. આ જ રીતે પંકજકુમાર પણ કેન્‍દ્રમાં ખૂબ જ મહત્‍વના હોદ્દા ધરાવે છે.

ભૂતકાળમાં રાજકોટમાં કલેકટર દરજ્જે શ્રી કે. શ્રીનિવાસને ફરજ બજાવી છે. જયારે પંકજ જોષીએ મ્‍યુનિસિપલ કમિશ્નર તરીકે રાજકોટમાં ફરજ બજાવી ચૂકયા છે. નવાઈની વાત એ છે કે બંને અધિકારીઓ એકબીજાના વેવાઈ છે. બંને અધિકારીઓ ખૂબ જ કાર્યદક્ષ અધિકારી તરીકે કેન્‍દ્ર અને ગુજરાતમાં નામના ધરાવે છે.

(10:26 pm IST)