Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ફકત લોહીના રંગો જાણતા કેદીઓના જીવનને વિવિધ રંગોથી જિંદગી બદલતો અમદાવાદમાં અનોખો કાર્યક્રમ

રાજકોટના ૫૦ કલાકારો સહિત ગુજરાતના વિવિધ ગામોના કલાકારો દ્વારા સાબરમતી જેલની દીવાલો પર પ્રેરણાદાયી ચિત્રો કેદીઓ પણ કલાના કામણ પાથરશે : વિશ્વભરની ગેલેરીઓમાં જેમના ચિત્રો ગુજરાતનું ગૌરવ વધારે છે તેવા અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી કલાકારોનો ઉત્સાહ પ્રેરશેઃ ગુજરાતની જેલમાં અભૂતપૂર્વ કાર્ય કરનાર એડી.ડીજી.ડો.કે.એલ.એન.રાવ અનોખા પ્રોજેકટની અનોખી વાતો 'અકિલા' સાથે વર્ણવે છે

રાજકોટ,તા.૧૧: જયા ખુંખાર અને આતંકવાદીઓ રાખવામાં આવ્યા છે અને જયાં અનેક અપરાધીઓ લોહીના કલરો દ્વારા જયા બંધ છે તેવી ગુજરાતની જાણીતી સાબરમતી જેલ ના કેદજીઓની જિંદગી બિહામણા કલોરોમાં કેદ ન થાય તે માટે આવા કેદીઓની જિંદગીમાં નવા રંગ ભરવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યાનું ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન. રાવ દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું. છે.                                 

રાજકોટની દીવાલોને ગંદકી મુકત કરવા સાથે રાજકોટને અનોખી એવી ચિતનગરીની ઓળખ આપનાર મિશન સ્માર્ટ સિટીના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચા ના સહયોગથી આ અનોખું મિશન હત ધરવામાં આવ્યું છે.                                           

 ચિત્ર નગરીના માધ્યમ દ્વારા રાજકોટ ના ગાંધી ગ્રામ પોલીસ મથક તથા રાજકોટ જેલ પર દોરેલ અદભૂત ચિત્રો થી હાલ અમદાવાદ જેલમાં કાર્યરત શ્રી.શર્મા કાર્યરત હોવાથી તેમણે જીતુભાઈ તથા તેમની કલાકાર ટીમને નિમંત્રિત કરતા ૫૦ થી વધુ કલાકારો કલાના કામણ પાથરશે જેમાં કલાકારો સાથે અમદાવાદ મહેસાણા અને લીંબડીના કલાકારો સામેલ થશે.     રાજકોટમાં તારક મહેતાના કલાકારોના સ્કેચ દોરી નિર્માતા અશિતભાઈ મોદીની પ્રસંશા સાથે અમિતાભ બચ્ચને પણ નોંધ લીધી છે.  આ પ્રસંગે ચિત્ર નાગરીના નિમંત્રણ માન આપી વિશ્વભરની ગેલેરીઓ જેમના ચિત્રો થી ગુજરાતની આનં બાન અને શાન વધારે છે તેવા અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી પણ  ઉપસ્થિત રહી કલાકારોને  પ્રોત્સાહિત  કરશે.      આવા સમાજલક્ષી પ્રોજેકટ માટે બોમ્બેની જાણીતી કલર કંપની ગ્લોબલ પંકજભાઇના સહયોગથી કલર વિના મૂલ્યે અનુદાન સ્વરૂપે મળ્યા છે.

(3:39 pm IST)