Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ઈશરત જહાં એન્‍કાઉન્‍ટર કેસ ફરી ધૂણ્‍યો

નવી દિલ્‍હી : ગુજરાતના ઈશરત જહાં એન્‍કાઉન્‍ટર કેસમાં સીબીઆઈએ ગુજરાત સરકાર પાસે આઈજીપી જી.એલ. સિંઘલ, ભૂતપૂર્વ ડીવાયએસપી અને એએસઆઈ એ. ચૌધરી સામે કામકાજ ચલાવવા મંજૂરી માંગી છે. આ પહેલા વણઝારા અને અમીનને રાજય સરકાર તરફથી મંજૂરી નહિં મળતા છોડી મૂકવામાં આવ્‍યા હતા. સિંઘલ ચૌધરી સહિત હવે ત્રણ જ આરોપીઓ આ કેસમાં આરોપોનો સામનો કરી રહેલ છે. વણઝારા, અમીન, પી.પી.પાંડેને આ પહેલા જ ડીસ્‍ચાર્જ કરી દેવામાં આવ્‍યા છે. જયારે બીજા એક આરોપી પૂર્વ ડીવાયએસપી પરમાર ગયા વર્ષે ગુજરી ગયા હતા. કોર્ટમાં લેખિતમાં આપવામાં આવેલ કે સીબીઆઈ ડિસ્‍ચાર્જ ઓર્ડરોને ચેલેન્‍જ કરવા માંગતી નથી.

(1:37 pm IST)