Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

બોરસદના ભાભાફળિયામાં ઘરનું સમારકામ કરતી વેળાએ નજીવી બાબતે બે શખ્સો બાખડ્યા:સામસામે હુમલામાં બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પોલીસ ફરિયાદ

બોરસદ: શહેરના ભોભાફળીમાં રહેતા યુસુફખાન મીરખાન પઠાણ આજે સવારના ૧૧.૩૦ કલાકે પોતાના ઘરનું સમારકામ કરતા હતા ત્યારે બાજુમાં રહેતા અમનમીંયા મીરનમીંયા મીરઝા તથા તેમના પત્ની અફસાનાબાનુ આવી ચઢ્યા હતા અને અમારા ઘર ઉપર પતરાં મારશો નહીં તેમ જણાવતાં યુસુફખાને અમો બોરસદ સીટી સર્વેની કચેરીમાં માપણી કરાવીને પતરાં મારવાના છીએ તેમ જણાવતાં બન્ને જણાં ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને યુુસુફખાનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

તૌફીકહુસેન મહેંદીહુસેન વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો હતો. બન્નેનું ઉપરાણું લઈને આરીફમીંયા મીરનમીંયા મીરઝા આવી ચઢ્યો હતો અને તેણે પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે બોરસદ શહેર પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)