Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ખંભાતની પરિણીતાને વડોદરાની હોટલમાં બળજબરી પૂર્વક લઇ જઈ ચાર દિવસ સુધી ગોંધી રાખી જાતીય અત્યાચાર ગુજારનાર બે વિરુદ્ધ ગુનો દાખલ

ખંભાત:ખાતે રહેતી એક યુવાન પરિણીતાને તેણીના કાકાની મદદથી બાજુમાં રહેતો શખ્સ ભગાડીને લઈ ગયો હતો અને વડોદરાની એક હોટલમાં ચાર દિવસ સુધી ગોંધી રાખીને તેણી ઉપર જાતીય અત્યાચાર ગુજારતાં અંગે ખંભાત શહેર પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત ખાતે રહેતી ૧૯ વર્ષ અને ચાર માસની ઉંમર ધરાવતી પરિણીતાના લગ્ન બે વર્ષ પહેલા કાલુ કઠાણા ગામે કરવામાં આવ્યા હતા. સંતાનને જન્મ આપ્યા બાદ તેણી પીયરમાં રહેતી હતી. દરમ્યાન બાજુમાં રહેતો અને રી-ાા ચલાવીને ગુજરાન ચલાવતો વિપુલભાઈ ચીમનભાઈ પરમાર તેણીના ઘરે આવ-જા કરતો હોય અને તેણીના પિતાના ધક્કાફેરા ખાતો હોય પરિચયમાં આવ્યો હતો. દરમ્યાન ગત ૪થી તારીખના રોજ સવારના ૧૧ કલાકે તેણીને ફોન કરીને શંખવા રોડ ઉપર બોલાવતા પરિણીતા ત્યાં ગઈ હતી જ્યાં વિપુલ અને પરિણીતાના કાકા પ્રવિણ ઉર્ફે લાલો જેસંગભાઈ પરમાર હાજર હોય તેણી રી-ાામાં બેસી ગઈ હતી. રી-ાા ચુવા ગામના રેલ્વે સ્ટેશને લઈ જવામાં આવી હતી. જ્યાંથી પ્રવિણ ઉર્ફે લાલો રી-ાા લઈને જતો રહ્યો હતો અને બન્ને જણાં ચુવા રેલ્વે સ્ટેશન રહ્યા હતા જ્યાં વિપુલે પરિણીતા સાથે જબરજસ્તીથી શરીર સુખ માણ્યું હતુ.

(5:34 pm IST)