Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ગુજરાત યુનિવર્સીટીમાં સિન્ડિકેટની બેઠકમાં હોબાળો :સેનેટની ચૂંટણીની માંગણી :NSUI ના ઉગ્ર દેખાવો :ચેમ્બરના કાચ તૂટ્યા

વાઈસ ચાન્સેલર ભાજપનો હાથો બનીને કામ કરતા હોવાનો આક્ષેપ

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠકમાં હોબાળો થયો હતો. ચાલુ બેઠકમાં એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરોએ પહોંચી જઈ ઉગ્ર દેખાવો કર્યા હતા. આ બેઠકમાં એનએસયુઆઈના કાર્યકરોને રોકવામાં આવતા ચેમ્બરના ડોરનો કાચ તુટી ગયો હતો.

હોબાળા દરમિયાન NSUIએ આરોપ લગાવ્યો કે છેલ્લા ચાર વર્ષથી ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું આયોજન ટાળી રહી છે, અને વાઈસ ચાન્સેલર ભાજપનો હાથો બનીને કામ કરતા હોવાનો આક્ષેપ પણ કાર્યકરોએ લગાવ્યો હતો. તો યુનિવર્સિટીના ભવન્સ કોલેજના પ્રિન્સિપાલ નીરાજા અરુણની નિમણૂંકનો વિવાદ પણ એનએસયુઆાઈએ ઉઠાવ્ઓ હતો

(8:46 pm IST)