Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યુવતીનો આપઘાત :બે દિ ' પહેલા ગૃહમાં આવેલી અંકિતાએ જીવન ટુંકાવતા ચકચાર

ભાવેશ ગોહેલસદાથે ભાગી જતા તેણીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવેલ ;બંનેને પકડી અંકિતા ને ગૃહમાં મોકલાઈ હતી

સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યુવતીના આપઘાતનો બનાવ બન્યો છે. ગૃહમાં બે દિવસ પહેલા જ આવેલી યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.

  મળતી વિગત મુજબ સુરતના કતારગામે રહેતી 23 વર્ષની અંકિતા નામની યુવતી છોડા સમય પેહલા ભાવેશ ગોહિલ નામના યુવક સાથે ભાગી ગઈ હતી. જે અંગે અંકીતાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે બંને પકડી લઈને અંકિતાને નારી સુરક્ષા ગૃહમાં મોકલી હતી.

અંકીતા હજી બે દિવસ પહેલા જ નારી સંરક્ષણ ગૃહમાં આવી હતી. ત્યારે બે દિવસ બાદ તેણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જોકે, અંકીતાની આત્મહત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. 

(1:44 pm IST)