Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પાદરામાં એઇમ્સ ઓક્સિજનમાં બ્લાસ્ટમાં 7 લોકોના કરૂણ મોત મૃતકના પરિવારજનોના નિર્વસ્ત્ર થઇ ધરણા : ન્યાયની માંગણી

કંપની સામે ફરિયાદ નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારવા ઇન્કાર : વડુ પોલીસ મથકે કુલ ૫ લોકો સામે ફરિયાદ

વડોદરાના પાદરામાં એઇમ્સ ઓક્સિજનમાં થયેલા બ્લાસ્ટમાં 7 લોકોના કરૂણ મોતની ઘટના બની. આ ગંભીર ઘટના બાદ મૃતકના પરિવારજનોએ નિર્વસ્ત્ર થઇને ધરણા શરૂ કરીને ન્યાયની માંગ કરી છે. વડુ સરકારી દવાખાનાએ શરૂ કરેલા આ ધરણામાં પરિવારજનોએ યોગ્ય વળતર નહીં ચૂકવાય અને જ્યાં સુધી કંપની સામે ફરિયાદ નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરવાની ઉગ્ર માંગ કરી છે. નોંધનીય છે આ ગંભીર ઘટના બાદ વડુ પોલીસ મથકે કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ ડાયરેક્ટર શ્વેતાંશું પટેલ, ડાયરેકટર સ્ટીકુમાર બાલ નાયર તેમજ પ્લાન્ટ મેનેજર આકાશ અગ્રવાલ સહિત ઓપરેટર કમ સુપરવાઈઝર રાજુ રાઠવા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આરોપીએને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:11 pm IST)